મંગળવાર, 21 એપ્રિલ, 2015

અખાત્રિજ કે અક્ષય ત્રુતિયા

આજે વૈશાખી ત્રીજ છે જે અખાત્રિજ કે અક્ષય ત્રુતિયા ના નામે હિંદુ ધર્મ અને કેલંડરમાં  મહત્વ ધરાવે છે.
જે દિવસે સુર્યનારાયણ જે ગ્રહોના અધિપતિ છે, ચંદ્રમા જે રચનાત્મક કાર્યના પ્રણેતા છે અને બુધ જે બુધ્ધિ અને મતિના પ્રણેતા છે તે ત્રણે દેવતા એક સાથે એકજ દિવસે તેમના કર્યોં નવેસર હાથ ધરે છે અથવા સત્તા સંભાલે છે જે કદિ નાશ પામતી નથી તેની ઉત્તરોતર વ્રુદ્ધિ થતી રહે છે અને તેથીજ આ ત્રણે દેવતાની સિદ્ધિને નમન કરવા તેને સલામ કરવા આપણે અક્ષય ત્રુતિયા અથવા અખાત્રિજ ના નામે ઉજવીયે છીએ
યુગોથી હિંદુ પંચાગમાં આ દિવસનો કે તીથિનો  ક્ષય નથી હોતો તે ખરેખર હિંદુધર્મ નુ એક સૂચક પાસુ છે
પરશુરામ જે વિષ્ણુ ભગવાનનો છઠો અવતાર મનાય છે તેનુ પ્રાગટય આજ દિવસે થયું હતુ એટલે પરશુરામ જયંતી માણવામાં આવે છે જે બ્રાહ્મણકૂળ માટે ગૌરવ સમાન છે
વનવાસ દરમિયાન પાંડવોને આજ દિવસે અક્ષય પાત્ર મલ્યુ હતુ તે પણ આ દિવસનો મહિમા કહી શકાય
ભગવાન વેદ વ્યાસે અને વિઘ્નહર્તા ગણેશજી એ આજ દિવસથી મહાભારત જે હિંદુધર્મ નો મહાગ્રંથ છે તે લખવાનો પ્રારંભ કર્યોં હતો
તો ત્રેતાયુગ નો પ્રારંભ પણ આજ દિવસથી થયો હતો તેવુ વેદ ઉપનિષદમાં જણાવ્યુ છે
તેજ પ્રમાણે જૈનધર્મના શાશન પ્રમાણે  તીર્થનકર શ્રી રુશભ્દેવ આખા વર્ષના ઉપવાસ બાદ અખાત્રિજ ના દિવસે પોતનો ખોબો ભરાય તેટલો શેરડીનો રસ પી ને ઉપવાસ નો અંત આણ્યો હતો તેથી આજે પણ વર્ષીય તપ ના પારણા અખાત્રિજ ને દિવસે જ કરવામાં આવે છે
આ દિવસ નુ મહત્વ રહ્યું છે કે આ દિવસે પ્રારંભ થતી કોઈ પણ કાર્યપ્રણાલી ની ઉત્તરોતર વ્રુદ્ધિ જ થાય છે જેનો કદી નાશ થતો નથી અને તેથીજ દરેક શુભકર્યૉ ની શરૂઆત નવા વેપાર નો પ્રારંભ નવા બાંધકામ ની શરૂઆત આવા દરેક કાર્યોનો પ્રારંભ અખાત્રિજને દિવસે કરવામાં આવે છે તો આ દિવસે સોનું રુપુ અને તેના જેવી કિંમતી જણસ ખરીદવાનો પણ મહિમા અનેરો છે
આપ સહુના દરેક કાર્યો અવિરત ચાલતા રહે તેમાં ઉત્તરોતર વ્રુદ્ધિ થતી રહે અને સુખ સમ્પતિ અને શાંતિનો વધારો થાય તેવી શુભકામના

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો